રમત ગમત

પ્રવૃત્તિઓરમત ગમત



રમત ગમત

તંદુરસ્તી એ સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે શારીરિક અને માનસિક રમતોના વિવિધ આયોજન થાય છે. ક્રિકેટ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી જેવી સ્પર્ધાત્મક અને એથ્લેટિક્સ રમતો દ્વારા શારીરિક ઘડતર થાય છે.

બિન ખર્ચાળ અને તદ્‌ન ભારતીય શેરી રમતો જેવી કે સતોડીયો, ગીલીડંડા, લખોટી, સંતાકુકડી, આંબલી પીપળી, ચોર પોલીસ, ખારોપટો, રામ દડો, ટપટપાણી, આરો ખારો, કીંગ કીંગ, માર દડો, પકડદાવ, લંગડી, રંગ રંગ વગેરે રમતો પણ ગુરુકુલના બાળકો રમે છે.

આ પ્રકારની રમતો દ્વારા એક્તા, સમરસતા, સંગઠન, નેતૃત્વ, બૌદ્ધિકતા આદિ ગુણોનો વિકાસ થાય છે. સર્વાંગી વિકાસ હેતુ દર પખવાડિયે ક્વિઝ, પ્રદર્શન, અભિનય, કલા, ખેલકૂદ આદિ વિશેષ સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુરુકુલ દ્વારા ધાર્મિક, સામાજીક કે રાષ્ટ્રીય પર્વોના દિવસે રમત ગમતના વિશેષ આયોજનો થાય છે.

વાર્ષિક રમતોત્સવનું આયોજન વિદ્યાર્થીઓમાં નૂતન શક્તિનો સંચાર કરે છે.