પ્રવૃત્તિઓ → વાલી-શિક્ષક મીટીંગ
ગુરુકુલ દ્વારા વિદ્યાર્થીનું કઇ રીતે ઘડતર થઇ રહ્યું છે તેમજ વિદ્યાર્થીની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરવા હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે ગુરુકુલ દ્વારા માસિક વાલી મિલનનું આયોજન કરવામાં આવે છે.
આ દિવસે શાળાના તમામ શિક્ષકો પણ ઉપસ્થિત રહી વાલી સાથે વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રશ્નોની ચર્ચા કરે છે. વાલી મિલન એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે નિરંતર ચાલતા અભ્યાસિક કાર્યના વિહંગાવલોકનની ગરજ સારે છે.
સદૈવ સહયોગી અને સમર્પિત એવા સર્વે વાલીઓ પ્રત્યે ગુરુકુલ ગર્વની લાગણી અનુભવે છે.