છાત્રાલય

ગુરુકુલમાં જીવનછાત્રાલય



છાત્રાલય

ભારતીય સંસ્કૃતિને અનુરુપ સંતોના નિત્ય સાનિધ્યમાં સંસ્કારી અને પ્રાકૃતિક વાતાવરણ.

પલંગ, લોકર, ટ્યૂબલાઇટ અને પંખાની સુંદર સુવિધા સાથે હવા ઉજાસવાળા વિદ્યાર્થી નિવાસ ખંડ.

ગાદલું, ચાદર, ઓછાડ, થાળી, વાટકો અને ગ્લાસ ગુરુકુલ તરફથી આપવામાં આવે છે.

સંપૂર્ણ પરિસર સી.સી.ટી.વી. કેમેરાથી સુરક્ષિત.

રસોઇ અને પીવા માટે આર.ઓ. પ્લાન્ટથી શુદ્ધ થયેલ પાણી.

સ્વચ્છ અને સુલભ મુતરડી, શૌચાલય અને સ્નાનાગાર.

દરરોજ નિયમિત એક જોડી કપડા ધોઇ આપવાની વ્યવસ્થા.

સવારથી રાત્રિ શયન સુધીની આયોજનબદ્ધ નિશ્ચિત દિનચર્યા.

મનોરંજન માટે વિશાળ પડદા પર સપ્તાહમાં એક વખત સંસ્કારી ફિલ્મ કે ધારાવાહિક બતાવવાનું આયોજન.

રાષ્ટ્રીય, સામાજીક એવમ્‌ ધાર્મિક પર્વોની ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રેરક ઉજવણી.

શારીરિક કૌશલ્યના વિકાસાર્થે રમત-ગમતનું વિશાળ મેદાન અને સાધનો તથા તરણ માટે સુંદર સ્વિમીંગ પુલ.

છાત્રાલય અને શાળા એક જ પરિસરમાં હોવાથી સમય, પરિવહન અને રોડ અકસ્માત સંબંધી ચિંતામાંથી મુક્તિ.