ગુરુકુલમાં જીવન → એકેડેમીક સપોર્ટ
શાળામાં થયેલ વર્ગકાર્યને સમજવા અને કંઠસ્થ કરવા માટે સ્વાધ્યાય કાર્ય અતિ આવશ્યક છે. મધ્યાહ્ને આરામ બાદ બે કલાક અને રાતે દોઢ કલાક દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય અને ગૃહકાર્ય કરે છે. આ સમયે વધારાના શૈક્ષણિક વર્ગો ચલાવી નબળા વિદ્યાર્થીઓને જરૂરી સમજ પુરી પાડવામાં આવે છે. વિષયસહ ૪ થી ૫ વિદ્યાર્થીઓની ટુકટી પાડવામાં આવે છે જેમાં એક હોશિયાર વિદ્યાર્થી બાકીના મિત્રોને સતત મદદરૂપ થાય છે.
આ પ્રકારના શૈક્ષણિક સજ્જતા પ્રયાસો પર શિક્ષકોનું સતત નિરીક્ષણ અને માર્ગદર્શન રહે છે. સારા પરિણામ બદલ વિવિધરૂપે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમાં ઉત્સાહ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.
ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થી માટે બ્રહ્મમૂહર્તે વાંચન, પ્રયત્ન કસોટી અને વિશેષ વર્ગોનું આયોજન અમારી સફળતાનું રહસ્ય છે.